અમારા વિશે

અખિલ ગુજરાત લોહાણા સમાજની મંજિલ સુધી પહોંચવાની મથામણ

જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્રજી ભગવાનની અસીમકૃપાથી સાંપ્રત સમયમાંભારત્મમાં અંદાજે ત્રીસ લાખ જેટલા રધુવંશી લોહાણાઓ વસવાટ કરે છે. અનેક દૈવી પુરૂષોના આશીર્વાદથી સમસ્ત રધુવંશી લોહાણા સમાજ ઠીક ઠીક પ્રમાણમાંસાધન સંપન્ન અને સુખી બન્યો છે. ભારતના પ્રત્યેક રાજયમાં અને વિશ્વના અનેક દેશોમાંલોહાનાઓ વસવાટ કરે છે. પૂજય જલારામ બાપનાંમંદિરો ગુજરાત,ભારત અને વિશ્વમાંઅનેક સ્થળોએ નિર્માણ પામ્યાંછે. દરેક વ્યકિત,સમાજ,ગામ,નગર અને રાજયના ક્યારેક ક્યારેક ખુબ જ સારા દિવસો આવતા હોય છે.સમય અને સંજોગો બદલાય તેમ દરેક બાબતમાં પરિવર્તન પણ જરૂરી છે.આઈ.ટી.ના આ જમાંનામાંનેતત્વક્ષેત્રે પણ યુવાન,માહિતીસભર,ઉત્સાહી અને દીર્ધદષ્ટિ સંપન્ન માણસોની તાતી જરૂરિયાત છે . માણસ પાસે પૈસો,મિલ્કત,વાડીવાજીફો બધું જ હોય પરંતુ કામ કરવાની આગવી દષ્ટીના હોય તો માત્ર માલમિલ્કતને લીધે કશુજ રચનાત્મક થઇ શક્તુંનથી. લોહાણા સમાજની રચનાત્મક સક્રિયતા માટે સંગઠનક્ષેત્રે કાર્યરત અખિલ ગુજરાત લોહાણા સમાજનો પણ એક આગવો ઈતિહાસ છે. તા.૨૧/૧૦/૧૯૮૪ નારોજ સમગ્ર ગુજરાતનાંરધુવંશી લોહાણા મહાજનોના પ્રતિનીધીઓની એક અગત્યની બેઠક રાજકોટના રધુવંશી અગ્રણી શ્રી મનહરભાઈ નથવાણીના અધ્યસ્થાને ગોઘરા ખાતે મળી.અ મીટીંગના આયોજક શ્રી અશ્વિનભાઇ કરિયા હતા અને જેના અતિથી વિશેષપદે બોડેલીના શ્રી બાબુભાઈ વ્રજલાલ હાલાણી ઉપસ્થિત હતા.સંગઠનની ચર્ચા અને સૂચનોને અંતે અખિલ ગુજરાત લોહાણા સમિતિની અગિયાર સભ્યોની એક એડહોક સમિતિ બનાવવામાં આવી,જેના પ્રમુખ તરીકે શ્રી અશ્વિનભાઈ કરિયા અને મંત્રી તરીકે શ્રી કરશનદાસભાઈ કરીઅની નિમણૂંક કરવામાં આવી.

તા.૬,૭ અને ૮ માર્ચ ૧૯૮૭ એમ ત્રણ દિવસ માટે સુરેન્દ્રનગર લોહાણા મહાજન અને ધાંગધ્રા લોહાણા મહાજનના સયુંકત ઉપકર્મે એક મહત્વની બેઠક સુરેન્દ્રનગર ખાતે મળી. જેમાંલોહાના મહાપરિષદના તત્કાલીન પ્રમુખ અધ્યક્ષસ્થાને બિરાજમાન હતા અને મહાપરીષદની કારોબારીના મોટાભાગના સભ્યોપણ ઉપસ્થિત રહયા હતા.આ મીટીંગના કન્વીનર ધાંગધ્રાના શ્રી વસંતભાઈ જે.રાજવીર હતા. વિધિવત બંધારણ,સંગઠન,શિક્ષણ તેમજ અરોગ્યલક્ષી અનેક બાબતોની ચર્ચા વિચારણાને અંતે અખિલ ગુજરાત લોહાણા સમાજની સ્થાપના કરી તેના પ્રમુખ તરીકે શ્રી નાનુભાઈ મજેઠિયા અને મહામંત્રી તરીકે શ્રી કાન્તિલાલ વાલજીભાઈ કરિયાની નિમણૂંક કરવામાં આવી.આ મહત્વની બેઠકમાં અંદાજે ૩૫૦૦ જેટલા ડેલીગેટ્સ ઉપસ્થિત રહિયા હતા. સને.૧૯૯૬માં શ્રી એલ.ટી.શ્રોફ પ્રમુખ સ્થાને નિમણૂંક પામ્યા જેમના ઉપપ્રમુખ તરીકે ધાંગધ્રાના શ્રી વસંતભાઈ રાજવીર તેમજ મહામંત્રી તરીકે શ્રી બાબુભાઈ કરિયા અને સંગીતા સાડીવાળા શ્રી રણછોડભાઈ કક્કડે સેવા બજાવી. સને.૧૯૯૭માં ચતુર્થ પ્રમુખ તરીકે અમદાવાદના શ્રી રસિકભાઈ બોડેલીવાળા પ્રમુખ તરીકે પસંદગી પામ્યા અને તેમના સમયગાળામાં મહામંત્રી તરીકે અનુક્રમે શ્રી બાબુભાઈ કરિયા તેમજ વડોદરાના શ્રી ઠાકોરભાઈ ઠકકરે સેવા બજાવી. સપ્ટેમ્બર-૨૦૦૯ માં કમીજલા ખાતે મળેલી મીટીંગમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે શ્રી ઠાકોરભાઈ ઠક્કર અને મહામંત્રી તરીકે શ્રી ભગવાનદાસ બંધુની નીમણુંક કરવામાં આવી .અખિલ ગુજરાત લોહાણા સમાજના હોદ્દેદારો તેમજ કાર્યકરો પોતપોતાની યથાશક્તિ મુજબ કાર્યરત હતા.આવા સંજોગોમાં અખિલ ગુજરાત લોહાણા સમાજને વધારેને વધારે ગતિશીલ બનાવવા માટે સૌને કોઈક યુવા નેતૃત્વની શોધ હતી.ઘણીબધી મીટીંગો અને ચર્ચાને અંતે અમદાવાદ ખાતે મળેલ મીટીંગમાં પ્રમુખશ્રી ઠાકોરભાઈ ઠક્કરે રાજીનામું આપતાંનવા પ્રમુખની શોધખોળ શરૂ કરવામાં આવી.ફરી એકવાર ચર્ચા અને મીટીંગના અંતે લોહાણા મહાપરીષદના યુવાન અને ઉત્સાહી પ્રમુખ યોગેશભાઈ લાખાણી,વરીષ્ઠ ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ ભુપતાણી, હરીરમ્સેવા કેન્દ્રના સેવક શ્રી પ્રવીણભાઈ દયાળજીભાઈ ઠક્કર (પ્રવીણબાપા), લોહાણા મિલન અમદાવાદના પ્રમુખ અને ઈશ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવીણભાઈ કોટક,અખિલ ગુજરાત લોહાણા સમાજના પુર્વપ્રમુખ શ્રી ઠાકોરભાઈ ઠક્કર અને લોહાણા મિલનના શ્રી હિંમતભાઈ કોટકને નવાપ્રમુખ શોધવા માટેની ખુબ જ મહત્વની જવાબદારી સોંપાઈ. આ પાંચ મહાનુભાવોની ગર્વનીંગ બોડીએ મહામહેનતે અને અનેક મહાનુભાવો સાથે ચર્ચા વિચારણાના અંતે અમદાવાદના યુવાન, ઉત્સાહી,ઉદાર ,ખંતીલા,ધગશશીલ,સમાંજ્લક્ષી અને દીર્ધદષ્ટિ સંપન્ન એવા જાણીતા બિલ્ડર અને સમાજ સેવક શ્રી ઉમંગભાઈ ઠકકર (ઘર્મદેવ બીલ્ડર્સવાળા) ની અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે પસંદગી કરી ખુબજ મહત્વની જવાબદારી સભાનતાપૂર્ણ રીતે સંપન્ન કરી.

તા.૨૭/૦૫/૨૦૧૨ ના રોજ અમદાબાદ ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે સમગ્ર ગુજરાતના રધુવંશી લોહાણા મહાજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનીધીઓની ઉપસ્થિતિમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે શ્રી ઉમંગભાઈ ઠક્કરે પ્રમુખપદ સંભાળ્યું. શ્રી ઉમંગભાઈ ઠક્કરે તેમના પ્રવચન દરમ્યાન મહામંત્રી તરીકે શ્રી ભગવાનદાસ બંધુની વરણી જાહેર કરીને આગળની કાર્યવાહી માટે ગતિવિધિ ચાલુ કરી.આ ક્ષેણે અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ લોહાણા મહાપરીષદ એમ બન્ને સંસ્થાઓને ગુજરાતમાં અતિસક્રિય કરવા માટે જેમણે ખુબજ મહેનત કરી એવા આપણા સૌન આદરણીય વડીલ પૂજ્ય શ્રી પોપટભાઈ ભુપતાણીનુંસ્મરણ વારંવાર થાય છે.અખિલ ગુજરાત લોહાણા સમાજની સ્થાપના અને સક્રિયતા સાથે રાજકોટના શ્રી મનહરભાઈ નથવાણી,શ્રી છબીલભાઈ નાથવાની,સુશ્રી જશુમતીબેન વસાણી,ધાંગધ્રાના શ્રી વસંતભાઈ રાજવીર,સુરેન્દ્રનગરના શ્રી મહેશભાઈ સોમૈયા, વડોદરાના શ્રી ઠાકોરભાઈ ઠક્કર,શ્રી મગનભાઈ રૂપારેલ ,શ્રી હીરાભાઈ સોઢા, કચ્છના શ્રી હરેશભાઈ ગણત્રા(માંડવી) તેમજ શ્રી શશીકાંતભાઈ ઠક્કર(માધાપર),સુરતના શ્રી ધ્ન્વાનભાઈ કોટક અને શ્રી કિશોરભાઈ ભજીયાવાળા,નવસારીના શ્રી બળવંતભાઈ મશરાણી,વલ્લભવિદ્યાનગરના શ્રી હસમુખભાઈ કરિયા,અમદાબાદના શ્રી બાબુભાઈ કરિયા,શ્રી રણછોડભાઈ કક્કડ,શ્રી વસંતભાઈ નથવાણી,શ્રી અમૃતભાઈ કક્કડ, શ્રી પ્રવીણભાઈ વિઠલાણી,શ્રી જીતુભાઈ પુજારા,ગાંધીનગરના શ્રી અમૃતભાઈ ચંદન ,અમરેલીના શ્રી અન્તુભાઈ સોઢા ,ઉત્તર ગુજરાતના શ્રી પોપટભાઈ અખાણી,શ્રી ભીખાભાઈ આચાર્ય,શ્રી નટુભાઈ આચાર્ય, પોરબંદરના શ્રીમતી દુર્ગાબેન લાદીવાળા સહિત નામી-અનામી અનેક મહાનુભાવોએ પોતપોતાની રીતે ઉમદા સહયોગ આપ્યો છે. મારું સદભાગ્ય છે કે મને અખિલ ગુજરાત લોહાણા સમાજના મહામંત્રી તરીકે ખુબ જ સક્રિય પ્રમુખ એવા શ્રી ઉમંગભાઈ ઠક્કર સાથે સમાજની સેવા કરવાની એક ઉમદા તક મળી છે .સમાજકાર્ય માટે કે કારોબારીની રચના માટે પ્રમુખશ્રી કે હોદેદારો ધારે તો ટેલીફોન ઉપર વાત કરી એ.સી.ચેમ્બેરમાં બેસી કારોબારી પણ બનાવી શકે અને જરૂરી વહીવટ પણ કરી શકે .નવા વરાયેલા પ્રમુખ શ્રી ઉમંગભાઈ ઠક્કરે એક અલગ ચીલો ચાતરીને સામે ચાલીને રધુવંશી લોહાણા મહાજનોને મળવાનો તેમજ શક્ય તેટલાંવધુ મહાજનોના ભાઈઓ-બહેનોને મળીને તેમની સાથે સીધી ચર્ચા અને વિચારગોષ્ઠી કરવાનું નક્કી કર્યું.આ નિર્ણયના અમલના અમલના ભાગ સ્વરૂપે તેમને પ્રવાસ પણ ચાલુ કર્યો. લોહાણા મહાપરીષદ ના ખુબજ સક્રિય પ્રમુખ એવા શ્રી યોગેશભાઈ લાખાણી સાથે ગુજરાત એકમના ઉપપ્રમુખ તરીકે શ્રી ઉમંગભાઈ ઠક્કરે ઉત્તર ગુજરાત ના લોહાણા મહાજનોની મુલાકાત લીધેલ હોઈ તેમને તેમના પ્રવાસની શરૂઆત દ્ક્ષિણ ગુજરાતના સુરત ખાતેથી કરી. સુરત ખાતે દક્ષિણ ગુજરાતના સર્વ શ્રી ધનવાનભાઈ કોટક, શ્રી કિશોરભાઈ ભજીયાવાળા, શ્રી બળવંતભાઈ મસરાણી, શ્રી જગદીશભાઈ ચાંદરણાં, શ્રી કિશોરભાઈ લખાણી, શ્રીમતી કલ્પનાબેન ઠક્કર, શ્રી જીગ્નેશભાઈ ભાજીયાળા જેવા મહાનુભાવોના સહકારથી સુરતની મીટીંગ ખુબ જ સફળ રહી. આ મીટીંગ માં સુરત, બીલીમોરા, નવસારી, વ્યારા, વાપી, કઠોર, સચિન, ધરમપુર, અમલસાડ, વલસાડ સહિત દ્ક્ષિણ ગુજરાત ના મોટાભાગના રઘુવંશી લોહાણા મહાજનોના પ્રતિનિધિઅઓ ઉપસ્થિત રહયા. આ મીટીંગ માં ઉમંગભાઈ ણી સાથે લોહાણા મહાપરીષદ ના ગુજરાત એકમના ઉત્સાહી મંત્રી શ્રી મુકેશભાઈ ઠક્કર પણ જોડાયા.

મન.પ્રમુખશ્રી ઉમંગભાઈ ઠક્કર એમની વરણી વખતે એવું અનુભવતા હતા કે કદાચ હુન્સ્મય ઓછો આપી શકીશ પરંતુ જેમજેમ સમાજના ભાઈઓને મળતા ગયા તેમતેમ સમાજ સંગઠન અને પ્રવાસ માટેની તેમની ઉત્કંઠા વધારે ણે વધારે વધતી ગઈ. બીજો પ્રવાસ સૌરાષ્ટ્રના ભાવનગર,જામનગર અને રાજકોટનો ગોઠવાયો. ભાવનગર ખાતે ડો.નરેશભાઈ સુચાકની હોસ્પિટલ પર સરસ મજાની સમાજલક્ષી બેઠક થઇ. જામનગર લોહાણા મહાજનવાડી ખાતે ત્યાંના ખુબજ ઉત્સાહી પ્રમુખશ્રી જીતુભાઈ લાલ અને મહાજનના તમામ કારોબારી સભ્યો સાથે પ્રેરણાદાયી વિચાર ગોષ્ઠી થઇ. રાજકોટ જલારામ હોસ્પિટલ ખાતે રાજકોટના રાજદેવ,દિવ્યેશભાઈ રાજદેવ તેમજ રાજકોટના લોકપ્રિય મેયર જનકભાઈ કોટક સહિત અંદાજે ૧૫૦(દોઢસો) જેટલા આગેવાનોની ઉપસ્થિતિમાં રચનાત્મક અને હકારાત્મક ચર્ચાઓ થઇ અને મીટીગ સફળ રહી. રાજકોટ ખાતેની મીતીગમાં વાંકાનેર, તાલાલા,મોરબી,ધાંગધ્રા,જેતપુર,કોડીનાર,વીરપુર , રાજકોટ,ધોરાજી,ઉપલેટા સહિત વિવિધ મહાજનોના પ્રતિનિધિઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહયા.આ પ્રવાસમાં મહામંત્રી શ્રી ભગવાનદાસ બંધુ, ગુજરાત એકમ લોહાણા મહાપરીષદના મંત્રી શ્રી મુકેશભાઈ ઠક્કર તેમજ કાર્યાલય મંત્રી શ્રી હર્ષદભાઈ કરિયા પણ જોડાયા. જેમજેમ પ્રવાસ આગળ વધતો ગયો તેમતેમ પ્રમુખશ્રી ઉમંગભાઈ ઠક્કર સહિત સમગ્ર ટીમનો ઉત્સાહ પણ બેવડાતો ગયો.તૃતીય પ્રવાસ માં કચ્છ ની મુલાકાત લેવાનું નક્કી થયું અને સમગ્ર ટીમ ગાંધીધામ પહોચી. અંજાર ના ધારા સભ્ય શ્રીમતી નીમાબેન આચર્યા અને ડો. ભાવેશભાઈ આચર્યાની મહેમાનગતિ કાયમી સંભારણું બની રહી . ગાંધીધામ ખાતે આદિપુર,સમ્ખ્યાળી,અંજાર,રાપર,ગાંધીધામ,ભચાઉ સહીત વિવિધ મહાજનોના પ્રતિનીધીઓની બેઠક ગાંધીધામ લોહાણા મહાજનવાડી ખાતે સફળતા પૂર્વક સંપન્ન થઇ. આ મીટીંગ માં માંડવીના શ્રી હરેશભાઈ ગણાત્રા, ગાંધીધામ મહાજનના પ્રમુખ શ્રી અજીતભાઈ , અગ્રણી શ્રી મોહનભાઈ ધસીભાઈ. અંજારના ધારાસભ્ય શ્રીમતી નીમાબેન આચર્યા, અંજારના અગ્રણી શ્રી વસંતભાઈ કોડરાણી સહિત અનેક સમાજ આગેવાનો એ પોતાના પ્રવચનો થાકી સમાજ સંગઠન માટે સમર્પિત થવા હાકલ કરી . બીજા દિવસે ભુજ ખાતે ત્યાના મહાજન પ્રમુખ અને ભુજ ના મેયર શ્રી નરેન્દ્રભાઈ ઠક્કર, માધાપરના શ્રી શશીકાંતભાઈ ઠક્કર, માંડવીના શ્રી હરેશભાઈ ગણાત્રા , ભુજના શ્રી શશીકાંતભાઈ ઠક્કર (સ્વીટુભાઈ) અને શ્રી રઘુરામભાઇ શિવરામભાઈ ઠક્કર સહીત વિવિધ આગેવાનો નિશ્રામાં ભુજ ખાતે ભુજ તેમજ આજુબાજુના મહાજનોના પ્રતિનીધીઓની એક ફળદાયી બેઠક થઇ. આ બેઠકમાં મહિલાઓ અને યુવાનો ની સંખ્યા ધ્યાન ખેચે તેવી હતી. બધાનો સુર એકતા માટેનો હતો એટલે શ્રી ઉમંગભાઈ ઠક્કર અને તેમની ટીમને પણ જબરદસ્ત પ્રોત્સાહન મળ્યું. ભુજથી સાંજના સો મોરબી પહોચ્યા. મોરબી ખાતે હળવદ, ધાન્ગ્ધ્રા, ચોટીલા, થાન તેમજ મોરબી સહીત વિવિધ મહાજનોની સફળતાપૂર્ણ મીટીંગ થઇ. અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા વરાયેલા પ્રમુખ શ્રી ઉમંગભાઈ ઠક્કર નું સસ્રીગામ મોરબી એટલે તેમના ધર્મપત્ની શ્રીમાતી રીટાબેન ઠક્કર પણ મોરબી ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા. મોરબીની મીટીંગ માં પણ યુવાનો અને મહિલાઓ ની સંખ્યા ખુબ સારા પ્રમાણમાં હતી.

ચતુર્થ પ્રવાસ માં મધ્ય ગુજરાત માં વડોદરા અને આણદ ને આવરી લેવાયા. વડોદરા ખાતે સર્વશ્રી મગનભાઈ રૂપારેલ, શ્રી ઠાકોરભાઈ ઠક્કર, શ્રી હીરાભાઈ સોઢા, શ્રી સુનીલભાઈ જીવન, શ્રી મહેશભાઈ નાગ્રેચા, શ્રીમતી જયાબેન ઠક્કર (પૂર્વ સાંસદ), શ્રી કે.ડી. રૂપારેલ, શ્રી ધર્મેન્દ્રભાઈ ઠક્કર, શ્રીમતી ધીરુબેન નાગ્રેચા, શ્રી દિનેશભાઈ ઠક્કર (તંત્રીશ્રી, દુનિયા લોહાણાની) વિગેરે ના નિષ્ઠાપૂર્વક પ્રયત્નોને લીધે મીતીગમાં ખુબ સારી સંખ્યા રહી અને તેમાં પણ મહિલાઓની સંખ્યા પચાસ ટકા જેટલી હતી. મેઘરાજાની હાજરીમાં વડોદરા ખાતેની મીટીંગખુબ જ ફળદાયી રહી. વડોદરાની મીટીંગ પૂર્ણ કરી કઠિડીયાવાડી ભોજનનો સ્વાદ માની સમગ્ર ટીમ મોદી રાતે આણંદ લોહાણા મહાજન વાડી ખાતે પહોચી ત્યારે પણ ખુબ સારી સંખ્યામાં આગેવાનો તેમજ સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત હતા. આણંદ ના સર્વશ્રી ધીરેનભાઈ ઠક્કર, શ્રી પ્રવીણભાઈ ઠક્કર, શ્રી હસમુખભાઈ કરીય, શ્રી અતુલભાઈ પાવાગઢી સહિતના અનેક કર્મઠ આગેવાનો ઉપસ્થિતિ માં આનંદની મીટીંગ પણ આનંદદાયી રહી. વડોદરા અને આણંદ ના પ્રવાસમાં જાણીતા ટ્રેનર શ્રી પરીક્ષિત જોબનપુત્રા, અમદાવાદના શ્રી જીતુભાઈ પુજારા, શ્રી કિર્તીભાઈ ઠક્કર અને શ્રી ડો. ભવદીપ ગણાત્રા પણ જોડાયા હતા. વડોદરા અને આણંદ ખાતે વિવિધ પ્રવચનોની સાથે સાથે શ્રી પરીક્ષિત જોબનપુત્રા ના સમાજલક્ષી પ્રવચનો ખુબજ પ્રશંસનીય રહ્યા હતા.

પંચમ પ્રવાસ માં ધોળકા , બાવળા , વિરમગામ તેમજ સાણંદ સહીત વિવિધ મહાજનોની મુલાકાત લેવામાં આવી અને વ તમામ સ્થળોની બેઠકો ખુબજ ફળદાયી રહી. ધોળકા ખાતે મુરબ્બી શ્રી પોપટભાઈ ઠક્કર, શ્રી નટુભાઈ ઠક્કર, શ્રી સુરેભાઈ ઠક્કર સહિત અનેક આગેવાનો એ બેઠક માટેની સુંદર વ્યવસ્થા લોહાણા મહાજનવાડી ખાતે કરી હતી અને આ મીટીંગ માં યુવાનો અને બહેનો પણ ખુબ સારી સંખ્યામાં હાજર હતા. ધોળકાની મીટીંગ પૂર્ણ કરી સમગ્ર ટીમ બાવળા ખાતે પહોચી જ્યાં પૂર્ણ સગવડ ધરાવતી લોહાણા મહાજનવાડી માં મીટીંગ રાખવામાં આવી. બાવળા લોહાણા મહાજન પ્રમુખ શ્રી રસિકભાઈ ઠક્કર, શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, શ્રી નટુભાઈ ઠક્કર, શ્રી અરુણભાઈ ઠક્કર, શ્રી હસમુખભાઈ મીરાણી, શ્રી વૈકુંઠભાઈ ગોપાણી સહીત અંદાજે ૨૦૦ જેટલા સમાજના ભાઈઓની ઉપસ્થિતિમાં સંગઠન માટે ફળદાયી ચર્ચા થતા બાવળની મીટીંગ ખુબ જ સફળ રહી. વિરમગામ ખાતે મહાજન પ્રમુખશ્રી પ્રભુભાઈ ઠક્કર સહીત વિવિધ આગેવાનોએ લોહાણા મહાજનવાડી ખાતે મીટીંગ તેમજ ભોજન માટેની સુંદર વ્યવસ્થા કરી હતી અને આ મીટીંગ માં પણ ખુબ સારી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વિરમગામની મીટીંગ પૂર્ણ કરી મોદી રાતે અમે સો સાણંદ પહોચ્યા ત્યારે પણ શ્રી રમેશભાઈ ઠક્કર તેમજ શ્રી કમલેશભાઈ ઠક્કર સહીત સો આગેવાનો એ મીટીંગ માટેની સુચારુ વ્યવસ્થા જલારામ મંદિર ખાતે કરી હતી. સાણંદ ખાતે સુંદરકાંડ નું પણ આયોજન કરાયું હતું. અંદાજે ૨૫૦ જેટલા ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં સાણંદ ણી મીટીંગ ખુબ ફળદાયી રહી હતી. આ પ્રવાસમાં લોહાણા મહાપરીષદના મુખપાત્ર શ્રી રઘુકુળ વિશ્વના સહ સંપાદક અને જાણીતા સમાજ સેવક ઉત્તર ગુજરાત લોહાણા પરિવારના સક્રિય મંત્રીશ્રી હર્ષદરાય ઠક્કર પણ જોડાયા હતા.

ષષ્ટમ પ્રવાસમાં ગાંધીનગર ખાતે ગાંધીનગર , અમદાવાદ પૂર્વ, પ્રાંતિજ, તલોદ, દહેગામ, બોપલ, ઓઢવ, કડી, કલોલ, ખેડબ્રહ્મા, પેથાપુર, હિમતનગર, સહીત વિવિધ મહાજનોના અગ્રણીઓને, ગાંધીનગર જલારામ મંદિર ખાતે મળવાનું થયું. ગાંધીનગર જલારામ સેવા સમાજ ના સર્વશ્રી અમૃતભાઈ ચંદન, શ્રી જીતેન્દ્રભાઈ સેજાણી, શ્રી અરવિંદભાઈ આર ઠક્કર, શ્રી વિનોદભાઈ તન્ના, શ્રી રમેશભાઈ પુજારા, શ્રી મયુરભાઈ ઠક્કર, શ્રીમતી જશુબેન ઠક્કર , શ્રી મતિ ગીતાબેન સેજાણી સહીત તમામ આગેવાનો એ ચર્ચા માં ભાગ લઇ સમગ્ર મીટીંગ ખુબજ સફળ બનાવી તેમજ પ્રસશનીય કામગીરી પણ કરી. ગાંધીનગર ખાતેની મીટીંગ માં પ્રમુખશ્રી ઉમંગભાઈ ઠક્કર સાથે મહામંત્રી શ્રી ભગવાનદાસ બંધુ, ગુજરાત એકમ લોહાણા મહાપરીષદના મંત્રીશ્રી મુકેશભાઈ ઠક્કર, કાર્યાલય મંત્રીશ્રી હર્ષદભાઈ કારિયા, અમદાવાદ શ્રી ભુપેન્દ્ર્રભાઈ ઠક્કર, શ્રીમતી હંસાબેન ઠક્કર, શ્રી કિર્તીભાઈ ઠક્કર, શ્રીમતી પારૂલબેન ઠક્કર, શ્રીમતી રીટાબેન બિ. ઠક્કર, શ્રી ભારતભાઈ માવાણી સહીત વિવિધ આગેવાનો જોડાયા હતા.

રઘુવંશી લોહાણા મહાજનો સાથેની મુલાકાત પછી પરમુખશ્રી ઉમંગભાઇ ઠક્કરે યુવાનો સાથે અમદાવાદની વિવિધ રઘુવંશી સેવાભાવી સંસ્થાઓ સાથે પણ મહતવની બેઠકો કરી હતી.તા.૭/૧૦/૨૦૧૨ ના રોજ વિસનગર જલારામ ધામ અને લોહાણા મહાજનના આમત્રણ ને મન આપી ઊત્તર ગુજરાત ના તમામ રઘુવંશી લોહાણા મહાજનોના પર્તીનીધિઓ પધારેલ તેમની સાથે પણ શ્રી ઉમંગભાઇ ઠક્કરે વીસર વિમર્શ કરેલ.શ્રી લોહાણા મહાપરીષદ હિરક મહોત્સવ ૨૦૧૨ નીમીતે અગામી જાન્યુવારી ૨૦૧૩ મી અમદાવાદ ખાતે મલનાર લહોના મહા અધીવેસન મુખ્ય યજમાનની જવાબદારી પણ અખિલ ગુજરાત લોહાણા સમાજ ના પરમુખ શ્રી ઉમંગભાઇ ઠક્કર તેમજ તેમની ટીમના શિરે છે ત્યારે અખિલ ગુજરાત લોહાણા સમાજનુંસંગઠન વધારે મજબુત બને તે પણ ખુબજ જરૂરી છે. શ્રી ઉમંગભાઇ ઠક્કર અને તેમની ટીમ જયા જયાગઈ ત્યાંત્યાંભરપુર આવકાર પણ મળ્યો અને સમાંજનોનાસંગઠનથી જે ભાવના પડેલી છે તેનાપણ દર્શન થયા. રઘુવંશી લોહાણા સમાજના ડોકટરો ,વકીલો,અન્જીનરો,ફર્માર્સીસ્ટ,ઉધોયોગ્પતિઓ,મહિલાકાર્યકારો,પ્રોફેસરો,બન્કીન્ગઅધીકરીઓ ,સરકારી અધીકરીઓ અને કર્મસારીઓ ,જાહેર જીવનના મહાનુભાવીઓ,સવૈસ્ચિક સંસ્થાઓના પદાધિકારીઓ સહીત ખુબ મોટી શક્તિ પડેલી છે પણ આ બધાનું સંકલન કરવા કોય ચોક્ક્સ સંસ્થાની જરૂર છે. અખિલ ગુજરાત લોહાણા સમાજ આ બધા વચ્ચે સેતુ બનવા માંગે છે. ક્યાંક કશુંક જતું કરીને પણ સમાજને માટે આવો આપણે સો થોડાક વધારે સક્રિય બનીએ. પત્રકાર વર્કશોપ અને લીડરશીપ વર્કશોપ થાકી પણ શ્રી ઉમંગભાઈ ઠક્કરે તેમની આગવી કાર્યશૈલી ના દર્શન કરાવ્યા હતા . શ્રી ઉમંગભાઈ ઠક્કર જેવા ખુબ જ ઉત્સાહી, ઉદાર, ધર્મપ્રેમી, સમાંજ્પ્રેમી અને દ્રષ્ટિદીર્ઘ સંપન્ન પ્રમુખ શ્રી અખિલ ગુજરાત લોહાણા સમાજ ને જયારે મળ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત ના રઘુવંશી લોહાણા મહાજનો અને વિવિધ સેવાભાવી સંગઠનો આ સંસ્થા સાથે જોડાય અને ૨૦૧૨-૨૦૧૬ ના ચાર વર્ષ અતિ સફળ બનાવ વ માં સો સહભાગી બને તેવી નમ્ર વિનંતી. જગતપિતા પ્રમકૃપાળુ પરમાત્મા, શ્રી રામચંદ્રજી ભગવાન, શ્રી સ્વામી નારાયણ ભગવાન, શ્રી દરિયાલાલ દાદા, શ્રી વીરદાદા જસરાજ, શ્રી ભાણ સાહેબ તેમજ પૂજ્યશ્રી જલારામબાપા સહીત અનેક દેવી દેવતાથે સદુપ્યોગી થાય તેવી કુદરતને પ્રાથના. આવો આપણે સો સાથે મળીને નાના મોટા વાળ વિવાદ મિટાવી, ભૂલોને વિસરી જઇ સાથે મળી નવી પેઢી માટે કઈક એવું રચનાત્મક કરીએ જેથી પરમાત્મા પણ રાજી થાય અને આ પૃથ્વી ઉપર આવ્યાનો આપણો ફેરો પણ સાર્થક થાય.

ધર્મદેવ ઇન્ફ્રાસ્ટકચર લીમીટેડ તથા નીલકંઠ ગ્રુપ ઓંફ હોટેલ્સનફ તમામ સ્ટાફ ભાઇઓં-બહેનો દ્વારા આ સમગ્ર આયોજનને પર પાડવા માટે અથાગ મહેનત કરીને પ્રસશનીય કામગીરી બજાવેલ છે જે બદલ અમો તેમના આભારી છીએ.