ઇતિહાસ

ઈતિહાસ :

લોહાણા વંશના આદ્ય પુરુષ મહારાજ લવ ..

લવ થી શરુ થયેલ લોહાણા ગાતીની યાત્રા અધ્યાપી પ્રયત્ન ચાલુ છે .

હિંદુ ધર્મના આરધ્ય દેવ અને વિષ્ણુ ના અવતાર તરીકે પ્રસિદ્ધ અયોધ્યા ના રાજા રામના બે પુત્રો . લવ અને કુશ . રામે પોતાના મોટા પુત્ર કુશને કોશલ દેશના કુશાવતી નગરી અને નાના પુત્ર લવ ને ઉત્તર માં પંજાબ નું રાજ્ય આપ્યું હતું . પરંતુ લવ પંજાબ માં જાય તે પહેલા તેને શ્રી વાસ્ત્વીમાં જઈને રહેવાનો આદેશ મળતા , લવે ત્યાં જઈને શાસન શરુ કર્યું જોકે પાછળથી લવે ઉત્તર પંજાબ માં લવપુરી નગરી સ્થાપી અને આ ભવ્ય નગરીને પછળથી 'લવાલકા ' - અટેલે કે લવનની અલ્કાનાગરી એવું અલનકારીક નામ આપ્યું .

મહારાજા લવને બે પત્નીઓ હતી . જેમાં એક નું નામ સુમતિ અને બીજીનું નામ કન્જાનના હતું . આ બે પત્નીઓથી લવને પાચ પુત્રો . તેમની પેઢીઓ આગળ ચાલી . આ વંશની અનેક શાખાઓ - પ્રશાખાઓ ચાલી. જેમાં મુખ્ય વંશ તરીકે લવરાણાઓ એ લવવંશનો કીર્તિ ધવ્જ ફરકાવ્યો.

લવના કેટલાક વંશજો એ બોદ્ધ ધર્મનો અંગીકાર કરેલો અને કેટલાકે વૈદિક ધર્મના ચુસ્ત અનુયાયી તરીકે બોદ્ધોનો સહાર પણ કરેલો . લવ નો એક વંશજ પ્રસેન્જીત તિબેટના રજાનો પ્રથમ પૂર્વજ હતો . એજ પ્રમાણે નેપાળ અને સીયામમાં પણ લવવાંશી રાજાઓનો ઉલ્લેખ મળે છે. હોલેન્ડ ટાઈમ્સમાં બોદ્ધ ભિક્ષુ ઉત્તમાંએ લખેલું કે - નેપાળના રાણા લવવંનશી ક્ષત્રિયો છે.

રાજસ્થાનનો ઇતિહાસ લખનાર કર્નલ તોડ જણાવે છે કે - લવના એક વંશજ વજાનામનો પુત્ર મહારથી થયો . મહારથી પછી અતિરથી , એ પછી અચલાસેન અને તેની ૯ મી પેઢીએ ક્નકસેન નામનો રાજવી થયો . આ ક્નકસેન લાહોરમાંથી નીકળીને ઈ.સ. ૧૪૫ માં સૌરાષ્ટ્ર દ્વીપકલ્પમાં જઈને વસ્યો . ત્યાંથી ' આનત' એટલે કે ઉત્તર ગુજરાત માં તેણે વીરનગર - વડનગર નામનું નગર વસાવ્યું . તેની પેઢીમાં થઇ ગયેલા વિજય્સેન નાન્માન રાજાએ વિજયપુર ( જે હાલનું ધોળકા છે તે ) વસાવ્યું. એ પછી તેના વંશજ ભટ્ટકે ઈ.સ. ૫૦૯ માં વલ્લભપુરમાં રાજ્ય સત્તા સ્થાપી . લવવંશી મહારાજા ક્નકસેનની આઠમી પેઢીએ શિલાદિત્ય થયો . આ રાજા વલ્લભીપુરમાં આવેલા પવિત્ર સુર્યકુન્ડને લીધે અજેય ગણાતો હતો.

ઈ.સ. પૂર્વે ૫૮૪ માં થયેલા રાજા ઉદયન ને નમાવવા માટે પાડોશના ઈરાનના રાજા સાયરસે ખુબ પ્રયત્નો કર્યા , પણ તેમાં ન ફાવતા તેને ઉદય સાથે મૈત્રી કરી. રાજકીય સંબંધો બાંધ્યા અને રાજા ઉદયને પોતાના દરબારમાં એલચી તરીકે નીમ્યો .

ચીની પ્રવાસી ફાહિયાન ઈ.સ. ૩૯૯ થી ૪૧૪ સુધી ભારતમાં રહ્યો હતો . તેણે પોતાના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે - સિંધુ નદી તથા સુલેમાન પર્વત નામથી ઓળખાતા મધ્ય ભાગમાં એટલેકે તક દેશમાં લોહાણા નામક જાતિ હતી . તૂટ-ફતહ- ઉલ્કીરામનામના સિંધના પ્રાચીન ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે સિંધમાં ત્રણ મુખ્ય જાતિઓ હતી - બનિયા, તક અને મુમિયા. આ ગ્રંથ જે મુસ્લિમ કાળમાં લખાયો ત્યારે સિંધમાં લોહાણા - બનિયા તરીકે ઓળખાતા હતા . આ મુમિયા પણ તેમનો એક ભાગ હોઈ, પાછળથી ધર્માંતર કરતા તેઓ મેમણો તરીકે ઓળખાયા. કાબુલના કપિશ પ્રાંતમાં પણ લોહર નામનું નગર હતું . ઇતિહાસકારક બર્ટન બલુચિસ્તાન , અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાના પૂર્વ ભાગમાં પથરાયેલ લોહરાણાઓને એક સાહસિક પ્રજા ગણાવે છે. બોમ્બે ગેજેટીયરમાં પણ લોહાણા ઓનો અફઘાનિસ્તાનના લમ્પક સાથેનો ઉલ્લેખ છે. એ લામલોહર ગઢ અગિયાર સૈકા સુધી આર્યવાતનો દરવાજો ગણાતો હતો .

તિબેટના લામાઓ ના ઇતિહાસમાં રાણા સમરસિંહનો ઉલ્લેખ મળે છે . સીયામનું મૂળ નામ શ્યામ હતું . અને તેના રાજમહેલનું નામ લોહશ્યામ હતું . સીયમનો પટવી કુંવર દેવવ્રત પીતાથી જગડો કરીને હોલેન્ડ જઈને વસ્યો . તેને લેવા માટે તેના પિતા કોટક તરફથી જે પ્રતિનિધિઓ આવ્યા તે વડાપ્રધાનના મહેમાન બન્યા હતા . તે સૂર્યવંશી લોહાણા વંશના છે...

કુશ્યાગ નામના ચની પ્રવાસી એ હિન્દ અફઘાનિસ્તાન ની સીમા પ્રાંતમાં લોહરી જાતિની બળવાન રાજાઓના રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો.

હિન્દ અફઘાનિસ્તાન પ્રાંતમાં લોહાનાઓનું પ્રાબલ્ય ઓછુ થતા તેઓ સિંધમાં આવીને વસ્યા . મજમલ - ઉલ - તવારીખમાં જણાવ્યા મુજબ એ વખતે સિંધમાં ચાર પ્રાંતો હત . જોર , અસકલ્દુઆ , સમી અને લોહાણા સિંધી ભાષા જુદી જુદી લીપીમાં લખાય છે , તેમાં એક ખુદાવારી અથવા વાણી ખખ્ખર છે ને બીજી કઠ્ઠાઈ છે . જેમાં બે વિભાગ છે - 'લોહાણા લીપી ' અને ભાટિયા લીપી - આ કઠ્ઠાઈ લીપીમાંથી - ઠઠ્ઠા - ઠક્કુર, ઠક્કર ને ઠકરાર થયા.

સિકંદર જયારે ભારત માં આવ્યો ત્યારે સિંધ અને પંજાબમાં લોહારણાઓના અનેક નાના રાજ્યો હતા . ઇસ્લામીની સ્થાપના થયા પછી ઈ.સ. ૬૩૨ પછી વિશ્વભરમાં ઇસ્લામીની સ્થાપના માટેના આક્રમણો થયા . સિંધ ઉપર થયેલા આક્રમણ વખતે લોહાર રાજ્યોએ લગભગ ચારસો વર્ષ સુધીએ આક્રમણ નો સામનો કર્યો . એ કાળ માં છેલ્લો રાજા વીર જશરાજ થયો . એ પછી સરહદી પ્રદેશ ના લવવંશી લોહર રાજ્યનો અંત આવતા , સરહદ પ્રદેશના ઘણા લોહાણાઓ પોતાનું સરહદી વતન છોડીને સિંધમાંથી મુલતાન આવ્યા . ત્યાંથી રોહરી , નગરઠઠ્ઠા વિગેરે હાથ કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી . કેટલાક પારકને માર્ગે વળી કચ્છ, રાધનપુર ને વઢિયાર પ્રદેશમાં ગાય . ઘણા ત્યાંથી સૌરાષ્ટ જઈને વસ્યા . અગિયાર મી સદીમાં જૂનાગઢમાં રા' નવઘણે સિંધ ઉપર ચડાઈ કરી .ત્યાંથી પાછા ફરતા પોતાને મદદ કરનાર ઘણા લોહાણા અને ભાટીયાઓને તે જુનાગઢ લઇ ગયો . જુનાગઢ થી આ લોહાણાઓ ગીર ને પછી બરડા પ્રદેશમાં વિસ્તર્ય .....

કચ્છ, સૌરાષ્ટ્ર ઘણા લોહાણાઓ દિવાન બન્યા . એ પછી વૈશ્ય વૃતિ સ્વીકારી સાહસિક વેપારી બન્યા . દરિયો ખેડ્યો.... વિશ્વભરમાં પથરાયા..... આજે તો અનેક ક્ષત્રોમાં લોહાણા સમાજ પોતાની આગવી પ્રતિભાથી આગળ વધી રહ્યો છે...

રઘુને પોતાની જ્ઞાતિ સુસક નામની આગળ વિશેષળ તરીકે લગાડીને આગવી આઇડેન્ટિટી (વિશેષ ઓળખ) ઊભી કરનાર રઘુવંશી લોહાણા સમાજ અયોધ્યા રાજા રામના પુત્ર 'લવ' ઉપરથી જુદો પડેલો એક વંશ છે.

વિશ્વમાં ભાગ્યે જ કોય એવી જતી કે જ્ઞાતિ ગ હશે કે જે હજારો વષ પૂર્વ થઈ ગયેલા પોતાના મહાપરાક્ર્મી, ત્યાગી અને આદશૅ પુરુષને સાથે લઈને આમ સફર કરતી હોય!! રઘુવંશી લોહાણા સમાજરનો ઇતયાસ સૃષટીના સર્જક બ્રહ્માં સુધી મળી આવે છે.

વાયુપુરાણમાં દ્શ્રાવ્યા પ્રમાણે બ્રહ્માંના પુત્રો મારીસી,અત્રી, અગિરાં,પુલસ્ત્ય,પુલહ,કૃતું,પ્રચેતા,દ્ક્ષ, વશિષ્ટ ભુગું અને નારદ.

જયેષ્ઠ મારીચીને કલા નામની પત્નીથી કશ્યપ નામનો પુત્ર થયો.કશ્યપને માહિતીથી વિવસ્ત્વાન સુય નામનો પૂત્ર થયો. જેનું બીજું નામ વક્ષ્યમાંણ છે.સૂર્યવંનો તે મુળપુરુષ ગળાય છે. વક્ષ્યમાંણ નો પૂત્ર વૈવસ્ત મનુ થયો, જેણે વર્ણાશ્રમધર્મ સ્થિત કરી રાજ્ય અને સમાજ વ્યવસાયનો પાયો નાખ્યો . એ વૈવસ્ત મનુના પુત્ર ઇશ્વાકુના નામથી મુખ્ય સૂર્યવંશી રાજ્યવંશ આગળ ચાલ્યો . એ ઈશ્વાકુ - સુર્યવંશ માં મનુંની ૬૩ પેઢી એ મહાપ્રતાપી રાજા રઘુ થયા .

સુર્યવંશમાં અનેક મહાપ્રતાપી રજાઓ થયા . જેમાં મનુની ૩૧ મી પેઢીએ થયેલો રાજા સત્યવ્રત કે જેના કલ્યાણ માટે વિશ્વામીત્ર ઋષીએ પોતાનું સમગ્ર તપોબળ અને અસ્તિત્વ દાવ ઉપર લગાવી દીધું હતું . ત્રિશંકુ નામે ઓળખાયેલા એ સત્યવ્રત રજાનો પુત્ર સત્યવાદી રાજા હરીશચંદ્ર, હરીશચંદ્રની દસમી પેઢીએ થયેલો રાજા સગર કે જેણે આગ્નેયાસ્ત્ર વિદ્યા પ્રાપ્ત કરી દિગ્વિજય થયો હતો . ગંગાને પૃથ્વી પર ઉતારવાનો પ્રયત્ન કરનાર અંશુમાન , દિલીપ અને રાજા ભગીરથ સુર્યાવંશ ના ઉજ્જવળ નામ છે . માનુની ૫૦ મી અને ભગીરથ ની ચોથી પેઢીએ સીન્ધુદ્વીપ નામનો જ્ઞાની રાજા થયો. જે ઋગ્વેદ સુક્તનો મંત્ર દ્રષ્ટા - રાજશ્રી તરીકે પ્રસિદ્ધ થયો . રાજશ્રી સીન્ધુદ્વિપની ચોથી પેઢીએ થયેલા રાજવી સુદાસે રવિ નદી ઉપર પુલ બાંધી યદુ તથા તુવાર્સુઓ સાથે યોદ્ધ કરીને તેમને પરાસ્ત કાર્ય હતા .

સુર્યવંશમાં માનુની ૬૨ મી પેઢીએ દિલીપ નામનો રાજા થયો. તે પરમત્યાગ્શીલ ધર્માત્મા અને આત્મજ્ઞાની હતો. એ રાજાએ દેવોની વિનંતીથી દેત્યોનો નાશ કર્યો . દેવોએ પ્રસન્ન થઈને તેને વરદાન માગવાનું કહ્યું , ત્યારે તેને કહ્યું કે - आमन परमात्म्नी युयोज - એટલે કે આત્મ્સક્ષાત્કારના આનંદ સામે અન્ય સર્વ સુખો મારા માટે તુચ્છ છે .

આર્યવ્રતમાં ઉત્તમ , સદગુણી અને વીર્યવાન તરીકે પંકાયેલા આ રાજાને સંતાન ન હતું, તેથી તેમણે કુલગુરુ વરિષ્ઠને વિનંતી કરી વશિષ્ટજી ના જણાવ્યા પ્રમાણે નંદીની નામની ગાયની સેવા કરતા તે ગાયના આશીર્વાદથી તેમણે પુત્ર જન્મ્યો . તેનું 'રઘુ' પાડવામાં આવ્યું .

ધનુવિદ્યા તથા વેદ વિદ્યામાં પારંગત રઘુનો વિવાહ કરી તેને યુવરાજની પદવી આપવામાં આવી . દિલીપ રાજાએ સો અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમાંથી નવાણું યજ્ઞો પુરા કરી તેમણે સોમો અશ્વમેઘ યજ્ઞ અને ઘોડાનું રક્ષણ કરવા માટે રાજપુત્ર રઘુને ઘોડાની પાછળ મોકલ્યો . સોમાં યજ્ઞમાં ઘોડો છુટો મુકવામાં આવ્યો , ત્યારે ઇન્દ્રને પોતાનું ઇન્દ્રપ્રદ ગુમાવવાનો ભય લાગ્યો . ને તેથી ઘોડાને પકડ્યો . રઘુએ ઇન્દ્ર સાથે ભીષણ યુદ્ધ કર્યું . ઇન્દ્રના વજ્રનો પ્રહાર પણ રઘુને ડરાવી શક્યો નહીં, ત્યારે ઇન્દ્રે રઘુ ઉપર પ્રસન્ન થી રઘુને વરદાન આપ્યું કે - 'તારા પિતાનો યજ્ઞ પૂરો નહિ થાય , પણ યજ્ઞનું ફળ તને મળશે.'

રઘુએ રાજા બનતા સમગ્ર આર્યવ્રત અને બહાર ના ઘણા પ્રદેશોને જીતી લીધા . એ બધા રજાઓ પાસેથી મેળવેલી સંપતિ લઇ અયોધ્યામાં આવી તેમણે 'વિશ્વજીત' નામનો યજ્ઞ કર્યો અને આ યજ્ઞમાં જીતેલી તમામ સંપતી આપી દઈ તેમણે એક પર્ણકુટીમાં નિવાસ કર્યો.

રઘુ ક્રીયાપાદનો અર્થ ગમન કરનાર , પાર પામનાર થાય છે. રઘુવંશનો ઊર્જસ્વલ પ્રરોહ જે ચૈતાન્ય્માંથી પેદા થયો તે રઘુપ્રજ્ઞાવાન છે. રાજ્યના ભરપુર ઐશ્વર્યને ક્ષણવારમાં એ ત્યાગી શકે ને પર્ણકુટિરમાં રહે છે . કેવળ એક માટીનું પાત્ર તેમની સંપતી છે. તે ધર્મ પરાયણ, કર્તવ્યનિષ્ઠ અને બાહ્ય - સ્થૂલ - રિદ્ધિ સિદ્ધિ કરતા આધ્યાત્મિક રિદ્ધિ ધરાવનાર છે . જીવનના મધ્ય ભાગમાં અને અંતે પણ તેઓ તપસ્વી જીવન ગાળે છે . તેમના મહાન ત્યાગને કારણે સુર્યવંશની સાથે 'રઘુવંશ' શબ્દ આ કુળની સાથે જોડાયો.

રઘુના પુત્ર અજ અને અજના પુત્ર દશરથ રાજા થયા . દશરથ રાજાના પુત્ર રામ જે વિષ્ણુનો અવતાર ગણાય છે અને સમસ્ત હિંદુ પ્રજાના આરાધ્ય દેવ છે . રામના પુત્ર 'લવ' ઉપરથી જે આખો વંશ ચાલ્યો તે લોહાણા ......

ઈ.સ. પૂર્વે ૫૮૦ માં બિંબિસારે વિવિધ ધંધાદારી શ્રેણીઓ રચી. તેમાં ક્ષત્રિયોની ૧૮ શ્રેણીઓ રચાઈ. તેમાં લવ વંશની 'લવાન' નામની શ્રેણી રચાઈ . જેનું સમૂહગત लवानमें સંસ્કૃત રૂપાંતર થયું . કાળક્રમે लवानमें માંથી પ્રત્યય ઊડી જઈને અનુસ્વારના રૂપમાં લવના થયું અને પછી 'ન' નો ણ થઇ જતા લવાણા લવાણામાંથી લબાણા, લુહાણા વિગેરે એપ્રભંશરૂપે પ્રચલિત થઇ અંતે લોહરાણાને લોહાણા થયું . વર્ણાશ્રમનો વિસ્તાર વધતા અવટાંકો - અટકોનો ક્રમશરૂ થયો. શરૂઆતમાં પિતૃવંશવાચક અને સ્થળવાચક અટકોમાં પછી તો ગ્રામવાચક અને ધધાવાચક એમ અનેક પ્રકારની અટકો ઉદભવી અને અંતે જ્ઞાતીઓના ચોકઠામાં વધુ દ્રઢીભુત થઇ . લોહાણા જ્ઞાતિની ૮૪ જેટલી અવટકો મળે છે. તેના ગોત્ર નામના થોડા અપવાદ સિવાય સર્વ નામો તેમના પૂર્વજોના છે. મહાભારત પ્રમાણે- વિશ્વામિત્ર, જમદગની, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ટ અને કશ્યપ એ સપ્તર્ષિઓ અને આઠમા અગત્સ્યના અપ્ત્યોનો ગોત્ર સંજ્ઞા પ્રાપ્ત થયેલ છે . આ રીતે વંશ પ્રવર્તક ઋષિ અથવા મૂળ પુરુષોને ગોત્ર પ્રવર્તક માનવામાં આવે છે.