રઘુવંશ મૂળ

રઘુવંશ મૂળ

લોહરણા (લોહાણા) રઘુવંશી ગણાય. વેદકાળના ઉતરાધમાં સૂર્યવંશી ક્ષત્રિય ઈક્ષ્વાકુ મનુએ ભારતની સ્થાપના કરી એ પછી 54 મી પેઢીએ રામઅયોધ્યાના રાજા તરીકે આવ્યા. રામની આજ્ઞાથી ભરતે એ વખતે કંદહાર તરીકે ઓળખાતા અને ગંધારના ગાંધર્વોને હરાવીને ત્યાં તક્ષશિલા અને પુષ્ક્લપુર એમબે નગર વસાવ્યા. પોતાના પુત્રો યક્ષ અને પુષ્ક્લને તક્ષશિલા અને પુષ્ક્લપુરનું રાજ સોંપીને ભરત પાછા અયોધ્યા ચાલ્યા ગયા. આમાંથી પુષ્ક્લના વંશજ ક્પીલરાજે કપિશા (પાછળથી કાબુલ) શહેરો વસાવ્યું. પુષ્ક્લપુર અત્યારે પેશાવર તરીકે ઓળખાય છે. કપિલરાજે કંબોજમાં સમરમંદ અને બુખારા શહેરો વસાવ્યા. દાયકાઓ પછી ગાંધાર (હાલ અફઘાનિસ્તાન) માં રઘુવંશી ક્ષત્રિયોના જુદા જુદા રઘુરાણા અમલમાં આવ્યા.

કપિલરાજના વંશજ પૌરસરાજ પર ગ્રીક સૈનીકોએ ચઢાઈ કરી પૌરસરાજે વિશ્વ વિજેતા બનવાના સ્વપ્ન સેવનાર ગ્રીક સિકંદરને પરાજયના કાળા કલંક ઓઢાડી મહાકાળની અઘોર ગુફામાં પોઢાડી દીધેલ . પકડાયેલ ગ્રીક સૈનકો સાથે એમણે માનવતાપૂર્ણ વ્યવહાર કર્યો. ગ્રીક સૈનિકોને તેમના દેશમાં જવા માટે રજા આપવા છતાં તેઓ પૌરસરાજયમાં રહી પડ્યા અને પૌરસ સૈન્યમાં જોડાઈ ગયા. (પૌરસરાજે એમને રઘુવંશી કન્યાઓ સાથે પરણાવ્યા આ ગ્રીક સીનિકો અને રઘુવંશી કન્યાઓની પ્રજા એટલે ભાનુશાળી ભણશાળી લોહરાણાઓ એવું ઈતિહાસ કહે છ.)

એ પછી સમરકંદ - બુખારાના તરીકે આવેલા અમરસિંહને બૌદ્ધ ધર્મમાં રસ પડ્યો. અમરસિંહના લગ્ન ચીનની રાજકુંવરી સાથે થયા. ચીનના રાજા મરી જતા તેમને કોઈ પુત્ર ન હોવાને કારણે અમરસિંહના હાથમાં ચીનની સત્તા આવી પડી.એ પછી અમરસિંહના વંશજો ચીનની સત્તા જાળવી શક્યા નહી. રઘુરાણા રાજ્યો લેહ પર્વતમાળા પૂરતા સીમિત રહ્યા.

અખંડભારત-ભારતખંડની વાયવ્ય ઉત્તરી સરહદી હિમાચ્છિત ગિરિ શિખરોમાં વ્યાપ્ત રઘુ ક્ષત્રીય રાજ્યો પર પરદેશી મુસ્લિમસ્લ્લતનતોના યુદ્ધ છાપાઓ પડતા. કાન્યકુબ્જના સમરકંદ, તાસ્કંદ, બુખારા ગુમાવ્યા. ઉત્તર પ્રદેશ પરાસ્ત થઈ ઈરાક, ઈરાન બન્યા. ક્પીશાએ કાબુલ ઇસ્લામી નામધારણ કરી અસ્તિત્વમાં આવ્યું. ઉત્તર કહોરાળા અફ્ખાન બની ચૂક્યું.

એક પછી એક સરહદી શહેરો- પ્રદેશો પરાસ્ત બનતાં રાષ્ટ્રની કિલ્લેબંધી વધુ મજબૂત બનાવવા લેહ- લદાખથી સિંધુના ઉત્તર કિનારે ફેલાયેલી દક્ષિણે આવતી લેહ પર્વતમાળાના તળેટી મેદાનમાં એક નવા પાતનગરની રચના કરી. આ પાતનગરને લોહરકોટ નામ આપ્યું. સમરકંદ બુખારના રઘુરાજ્યનું નામલોહરપ્રદેશ થયું. લોહરપ્રદેશમાં 24 રાણા રાજ્યો હતા.

મધ્યકાલીન યુગમાં ચંદ્ર્વંશી રાજગાદી પર આરૂઢ થતાં "રાજા" નું બિરુદ પામતા. જયારે સૂર્યવંશી રઘુરાજા રાજ્યારોહાણમાં "રાણા" નું બિરુદ મેળવવા હોવાથી લોહરપ્રદેશ ના રાણા "લોહરાણા" નામે અસ્તિત્વમાં આવેલા. આમ, મૂળ સૂર્યવંશીના ક્ષત્રિયો - રધુ ક્ષત્રિયો,મધ્યકાલીન યુગની શરુઆતમાં લોહરાણા નામે ઓળખાતા.

ઈ.સ. 790 ની સાલમાં લોહરાણાઓએ મુસ્લિમો સાથે લડાઈમાં કપિશા ગુમાવ્યું. પછી કપિશાને કાબુલ નામઆપ્યું. ત્યારથી માંડીને અગિયારમી સદી સુધી લોહરાણાઓ અને મુસ્લિમો વચ્ચે યુદ્ધ ખોલતાં રહ્યાં. ઇસ 1001 માં મહંમદ ગઝનીના બાપ સબકત - ગીને લોહર -કોટ પર ભયંકર ચઢાઈ કરી ત્યારે લોહરાણાઓએ મારી હટાવલા,એ પછી ઈ.સ. 1303 માં લોહરકોટના રાણા હરપાલના ભાણેજ વચ્છરાજે સલારશાહ મસૂદ નામના મુસ્લિમબાદશાહને મારી હરાવેલ. વ્ચ્છરાજે રણ મેદાનમાં ઘવાયેલા સૈનિકોની સારવાર શરુ કરાવી. રણ મેદાનમાં વચ્છરાજ ઊભા હતા ત્યારે એક કુતરુ આવીને તેમને કરડ્યું. એ હડકાયું કુતરું છે, તેવી ખબર પડતાં વ્ચ્છરાજે પોતાની કટાર કાઢીને તેટલો ભાગ કાંપી નાખવા માટે હાથ ઉપાડ્યો પણ બાજુમાં ઉભેલા સરદારે એમને ચેતવ્યા કે કટાર ઝેર પાવેલી છે. વ્ચ્છરાજે બટકુ ભરીને પગની પીન્ડી કાપીને ફેંકી દીધી ઘવાયેલા પઠાણો આ માંણસની બહાદુરીથી પ્રભાવિત થયા. પઠાણો અત્યારે વચ્છરાજને દેવ માની પૂજે છે. આ વચ્છરાજના મૂત્યુ પછી કુતરું કરડે ત્યારે લોકો એમના સ્થાનકે જવા માંડ્યા વચ્છરાજાનું અમુક સમયે અપભંશ થતાં "વાછડાડાડા" નામથયું.

ઈ.સ. 1044માં રઘુવંશીના જયેષ્ઠભાઈ વચ્છરાજની ઈચ્છાથી કુમાર જશરાજનો સોળ વર્ષની વયે લાહોરકોટના રઘુરાણા તરીકે રાજ્યાભિષેક થયો. કેસરીયા સૂર્યવંશધ્વજ સમક્ષ રાજદડ ધારણ કરી ભારતના સીમા રાજ્ય તરીકે પ્રજા રાજ્ય જાહેર કર્યું. રાજ્યભિષેક સમારોહમાં આવેલા ભારતના રઘુવંશી રાજાઓને તેમના પિતૃઓની શહાદતોનું સ્મરણ કરાવી આંતરકલેશ દૂર કરી એકત્ર કર્યા. આંતરકલેશ ચાલુ રાખવા સામે ભાવી આગાહી પણ રાજ દરબારમાં સંભાળવી કે ભારતને આંતરકલેશ સમગ્ર ભારતને મ્લેચ્છ મુસ્લિમસત્તાના ગુલામ બનાવશે .

લોહરકોટના નવા પરાક્રમી મહારાજ જશરાજને ખત્મકરવા કાબુલ (કપિશા) ના જલાલે અનેક દાવપેચ ખેલ્યા તે બધા નિષ્ફળ જતા તેમને જીવતા કે મુવા પકડી લાવનારને દસ લાખ અશરફીનું ઇનામજાહેર કરેલ. વીર જશરાજે તેમના શોર્યને કારણે શાહીવાઘ તરીકે ઓળખાયા અને મ્લેચ્છ પ્રજા તેમનું નામસાંભળતા ભયભીત બનતી.

મોગલપ્રદેશનો મોગલશાહ ચંગીઝખાન વિશ્વ સામ્રાજ્યના સ્વપ્ન સાકાર કરવા અશ્વ પર સિંધુ નદી પર કરી મુલતાનના ઠાકુરોને ખત્મકરવા કાબુલ થઈ અને બોલોનધારીના માર્ગ આગળ વધ્યો. વીર જશરાજે ચંગીઝખાનને પરાસ્ત કરી તેના શબને મુલતાનના લાતુર દરવાજા બહાર કરી શોર્યના દર્શન કરાવેલ. વીર જશરાજે અલ્પ જીવનકાળમાં લોહરાણા (લોહાણા) ઓએ ગુમાવેલ કપિશા (કાબુલ) પર ભગવો ધ્વજ ફરકાવી વિજય પતાંકા ફેલાવી હતી.

ઈ.સ. 1058 માં લોહારવંશના છેલ્લા પરાક્રમી વીર જશરાજ હજુ તો કુમારાવસ્થામાં હતા અને લગ્નના માંડવ. મીંઢળ બંધાવી પરણવા બેઠા હતા તે વખતે અનેક વખત હારી ચુકેલા મલેચ્છ મુસ્લિમ આક્રમણકારોએ કપટથી આક્રમણ કર્યું દુશ્મનો ગાયને આગળ રાખી લડતા હતા. સેનાપતિ સિંધુદેવ શર્માએ કુમાર વીર જશરાજને અજ્ઞાત રાખીને હુમલાને ખાળવા ઉપડ્યા.પરંતુ સામે હથિયાર છોડવાથી ગો હત્યા થાય તે વિચારે સૈન્યને ભારે ખુવારી વેઠી આગળ વધ્યું અને દુશ્મનોના છક્કા છોડાવ્યા. સૈન્યની ભારે ખુવારી અને સિંધુદેવ શર્માના બલીદાનની કુમાર જશરાજને લગ્ન મંડપમાં જાણ થતા પોખાંતી વખતે જ તેમણે મીંઢળ બાંધ્યા હાથમાં તલવાર અને ભાલો લીધા અને આક્રમણકારોને મારી ભગાડી મુક્યા. પરંતુ ફરીથી દગો થયો વીર જશરાજને ઉત્તરકોટના લોહરી દરવાજા પાસે વધાવતા હતા ત્યારે હિન્દુ પોશાકમાં મલેચ્છ સૈનિકોએ તેમને વધાવવાના બ્હાને ધડ ઉપરથી માથું ઉતારી લીધું. સેનાનીઓએ દગાખોર મલેચ્છોને તુરત જ મારી હટાવી દીધા છતાં પાંચકલ્યાણી દેવાંગી અશ્વ પર વરરાજા જશરાજનું ધડ યુદ્ધ ખેલી રહ્યુ હતું. લોહારાણા સમાંત સરદારોએ વરરાજા જશરાજને અશ્વ પકડી દાદાના ધડ પાસે પ્રતિજ્ઞા લઇ પાણી આપ્યું કે દાદા તમે સદગતી પામો. તમારા લગ્ન ખંડિતતાનું શોકચીહ્ન અમો અમારા વંશ, વરસો લગ્નમાં સદાકાળ અમર રાખીશું. સંગને સક્ષીભુત રાખવા લગ્નમાં સામેલું રાખીશું, વાર-વહુને વરધોડિયા નામે ભોલાવશે તથા તમારી શહીદીને ક્યારેય વિસરવા દેશું નહીં.

લોહર પ્રદેશ ગુમાવ્યા પછી લોહાર પ્રદેશ ફરી આબાદ ન થયો .કેટલાક પોતાનો ધર્મ બચાવવા સ્થળાંતર કરી ગયા। લોહાર પ્રદેશમાથી ભાગેલા લોહારાણાઓ સિન્ઘ,કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગયા ,ત્યાં તેમણે જુદા જુદા વ્યવસાયો અપનાવવા માંડ્યા ઈ।સ . 1451 ,માં અમુક લોહરાણાઓએ મુસ્લિમધર્મને અપનાવ્યો . આજે મોમીન અને ખોજાઓ માં લોહરાણાઓની રાજા,લાખાણી,ઠક્કર જેવી અટકો છે.

લોહર પ્રદેશના મીરાં વિસ્તારના મેરાલોહર ધર્મ ને ખાતર ઝઝૂમ્યા,તેઓએ મુસ્લિમ ધર્મ નહોતો ખપતો એટલે કાઠીયાવાડ ના બરડા ડુંગરમાં આવીને વસ્યા . તેમણે ખેતી અને પશુપાલન નો વ્યવસાય અપનાવ્યો .પાછળ થી તેમની કોમમેર કોમ તરીકે ઓળખાવા લાગી।મેર ,મેમણ ,ઓઝા ઉપરાંત ખત્રી ,સોઢા ,રાજપૂત અનેક ફાંટા પડ્યા। રાજપૂતો લોહરાણાના વંશજો હોવાનું ઈતિહાસ કહે છે. 1439 ની સાલ માં લોહરાણાકાલીચરણ ચંદરાણા ના ઘરે બાળક નો જન્મ થયો।એને ગુરુ નાનક તરીકે દુનિયા માં નામ કાઢ્યું .સિન્ધિઓ અને લોહરાણામાંના પૂર્વજો એકજ હતા.

લોહાર પ્રદેશના વિજય બાદ દુશ્મનો એ લોહરાણાઓના તમામગ્રંથો બાળી નાખતા ભારત માં લોહરાણા(લોહાણા ) ના ઈતિહાસ અંગે કોઈ વિગત મળી નથી।વિદેશી ગ્રંથોમાંથી વિગતો સુલભ ના હોવાથી આજે મોટાભાગના લોહરાણાઓ પણ પોતાના ઈતિહાસથી અપરિચિત છે।

સ્વામી વિવેકાનંદના શબ્દો માં " જે ભારતના ભવ્ય ભૂતકાળ ઘરે ઘરે પહોચાડશે એ રાષ્ટ્રનો સાચો સેવક કહેવાશે।" ઉક્ત શબ્દો ને ઝીલી લોહાણા સમાજની ભાવી પેઢી સુધી પૂર્વજો ના પરાક્રમો અને વીરતા ની કથાઓ પહોચાડી સમગ્ર લોહાણાવંશના ભવ્ય ઈતિહાસ ને પુન : જીવિત કરી નવચૈતન્યનો સંચાર કરવાનો આ લેખથી પ્રયત્ન કરવામાં આવેલ છે.