અખીલ ગુજરાત લોહાણા સમાજ
જગતપિતા પરમકૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્રજી ભગવાનની અસીમકૃપાથી સાંપ્રત સમયમાંભારત્મમાં અંદાજે ત્રીસ લાખ જેટલા રધુવંશી લોહાણાઓ વસવાટ કરે છે. અનેક દૈવી પુરૂષોના આશીર્વાદથી સમસ્ત રધુવંશી લોહાણા સમાજ ઠીક ઠીક પ્રમાણમાંસાધન સંપન્ન અને સુખી બન્યો છે. ભારતના પ્રત્યેક રાજયમાં અને વિશ્વના અનેક દેશોમાં લોહાનાઓ વસવાટ કરે છે. પૂજય જલારામ બાપનાં મંદિરો ગુજરાત, ભારત અને વિશ્વમાંઅનેક સ્થળોએ નિર્માણ પામ્યાંછે. દરેક વ્યકિત, સમાજ, ગામ, નગર અને રાજયના ક્યારેક ખુબ જ સારા દિવસો આવતા હોય છે.સમય અને સંજોગો બદલાય તેમ દરેક બાબતમાં પરિવર્તન પણ જરૂરી છે.આઈ.ટી.ના આ જમાંનામાં નેતત્વક્ષેત્રે પણ યુવાન, માહિતીસભર, ઉત્સાહી અને દીર્ધદષ્ટિ સંપન્ન માણસોની તાતી જરૂરિયાત છે . માણસ પાસે પૈસો, મિલ્કત, વાડીવાજીફો બધું જ હોય પરંતુ કામ કરવાની આગવી દષ્ટીના હોય તો માત્ર માલમિલ્કતને લીધે કશુજ રચનાત્મક થઇ શક્તુંનથી. લોહાણા સમાજની રચનાત્મક સક્રિયતા માટે સંગઠનક્ષેત્રે કાર્યરત અખિલ ગુજરાત લોહાણા સમાજનો પણ એક આગવો ઈતિહાસ છે.