લોહાણા વસ્તીપત્રક

લોહાણા વસ્તીપત્રક :

 Please Click here to Download Lohana Census Form

મહાઅભિયાન મુખ્ય ધ્યેય

  ગુજરાતના ખૂણે ખૂણે પથરાયેલ આશરે 20 લાખ રઘુવંશી લોહાણાઓની તમામ માહિતી સાથેની વસ્તી ગણતરી કરવી.

  દરેક રધુવંશી લોહાણા ની સામાજિક ,આર્થિક,ધંધાકીય અને લગ્ન વિષયક ઝીણવટભરી માહિતી નું સંકલન અને તેનો કાયમી ડેટાબેઝ તરીકે કમ્પ્યુટર માં અને વેબસાઈટ માં સમાવેશ કરવો।

  એકદમ હાઇટેક ઈલેઈલેક્ટ્રોનીક ગેજેટ્સ જેવા કે લેપટોપ ,ટેબ્લેટ પીસી ,પ્રોજેકટર અને સ્ક્રીન થી સજ્જ આ લોહાણા સંગઠન સુધારથ દ્વારા અનુભવી જ્ઞાતિ શ્રેષ્ઠીઓ દ્વારા ગુજરાત નો ગામે ગામ નો પ્રવાસ કરી દરેક રઘુવંશી માં એક સામાજિક ચેતના અને સંગઠનની ભાવના મજબુત બનાવવાનો સનિષ્ઠ પ્રયાસ કરવો.

  સુધા રથ દ્વારા છેવાડા ના રઘુવંશી સુધી લોહાણા ના ગૌરવ ભર્યા ઇતિહાસ ને તથા અખિલ ગુજરાત લોહાણા સમાજ અને તેન વિઝનરી યુવા પ્રમુખ અને તેમની ટીમ ના કાર્યો અને વર્ષ 2012 થી 2016 સુધી ના તેમના કાર્યકાળ દરમ્યાન ના લક્ષ્યાંકો થી લોકોને માહિતગાર કરવા.

  વસ્તી ગણતરી ના અંતે દરેક રઘુવંશી લોહાણા ને તેમનું પોતાનું એક ઓળખપત્ર (Smart ID Card) આપવું જે Govt. of India ના સન્માનજનક Aadhar ID Card (Unique Id Card )અથવા United States of America (U.S.A.)ના Social Security Card No ની કક્ષાનું હોય.

મહા અભિયાન ના ફાયદા.

 સંગઠન સુધારથ દ્વારા મેળવેલી માહિતી ના આધારે જરૂરિયાત વાળા રઘુવંશી લોહાણા બંધુ ને એજ્યુકેશન અને હેલ્થ માટે ની સહાય કરવી.

  રઘુવંશી યુવાનો ને શિક્ષણ,નોકરી તથા ધંધા માટેનું સચોટ માર્ગદર્શન અને એને લગતા સેમિના તથા વર્કશોપ નું આયોજન કરવું.

  લગ્ન ઈચ્છુક રઘુવંશી યુવતી ઓને લગ્ન અંગે નું માર્ગદર્શન તથા મેળાપ માટેના પ્રયત્નો કરવા.

  રઘુવંશી લોહાણા ના ડેટાબેઝ ના એકત્રીકરણ દ્વારા દરેક જગ્યાએ એકતા ની તાકાત અને એક વિશિષ્ટ સામાજિક દરજ્જા નો વણદેખાતો લાભ.

  ઈન્ટરનેટ ના માધ્યમ થી હાઇટેક યુગમાં આપણા દરેકે દરેક જ્ઞાતિભાઈઓ સાથે રોજે રોજના સંપર્ક માં રહી શકાય અને જ્ઞાતિ ના દરેક સમારંભો ,મેળાવડા તથા જ્ઞાતિ ની કોઈપણ માહિતી રોજે રોજ આપના સુધી ઈન્ટરનેટ, SMS ,Social Networking ,Website અથવા પરિપત્ર દ્વારા સહેલી થી પહોચાડી શકાય.

  Smart ID Card) અથવા Lohana Social Security Card એ દરેક રઘુવંશી લોહાણાને આખા વિશ્વમાં એક અલગ પહેચાન અપાવશે અને એમના માં એક રઘુવંશી લોહાણા હોવાનું એક ગૌરવ પ્રસ્થાપિત કરશે.

  અખિલ લોહાણા ગુજરાત સમાજ ની સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ તથા લોહાણા ઓના ઈતિહાસ ની ઝીણવટભરી માહિતી ઘરેબેઠા દરેક છેવાડાના લોહાણા સુધી પહોચશે જે કાર્ય આજદિન સુધી ક્યારેય થયું નથી તેવું ન ભૂતો ના ભવિષ્યતિ છે અને લોહાણા ના ઈતિહાસ માં આ પ્રકરણ સુવર્ણ અક્ષરો થી થઇ અંકાશે.

  આ મહાઅભિયાન દ્વારા એકત્ર થયેલ ડેટાબેઝ નો સૌથી ઉત્કૃષ્ટ ફાયદો એ છે કે તાત્કાલિક બ્લડ ની જરૂરિયાતવાળા ઈમરજન્સી કેસમાં આપણી વેબસાઈટ દ્વારા એ બ્લડ ગ્રુપ વાળા એ એરિયાના રઘુવંશી લોહાણા ને SMS દ્વારા જાણ કરાશે અને બ્લડ ડોનેટ કરવા માંગતા લોહાણા દાતાઓની હોસ્પીટલમાં લાઈન લાગી જશે.