સમાચાર

સમાચાર

અખિલ ગુજરાત લોહાણા સમાજ તરફ થી મળતી સહાયઓ

 21 Oct 2016

પ્રતિ શ્રી,
શ્રી જય રઘુવીર શ્રી જય જલારામ સહ...

ગુજરાતમાં વસતા રઘુવંશી લોહાણા પરિવારની લગભગ ૪૫૦ જેટલી સંસ્થાઓનું નેતૃત્વ કરતી સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા લોહાણા સમાજનાં ઉત્કર્ષ , સંગઠન , જરૂરીયાતમંદ  પરિવારોને આર્થિક સહાય જેમકે વિધવા-વિધુર, નિ:સંતાન, નિ:સહાય, વિકલાંગ અને જે રઘુવંશી પરિવારને કોઈ પણ જાતની આવક ના હોય તેવા તેમજ મેડીકલ સહાય, શિક્ષણ સહાય જેવી પ્રવૃત્તિ આપ સહુ જ્ઞાતિજનોના સહકારથી કરી રહી છે. પરંતુ હમણા થોડા સમય પહેલા આવા પરિવારજનોએ તેમજ વિધવા બહેનો માટે એક ફોર્મ સહાય માટે બહાર પાડેલ અને દરેક મહાજન તેમજ સઘુવંશીઓની સંસ્થાને મોકલેલ. જે ગુજરાતભરમાંથી ૧૪૦૦ જેટલા ફોર્મ આવેલ છે. જે ફોર્મ વાંચીને તેમજ સર્વે કરતા ખબર પડી કે ખરેખર આપણા સમાજના નાના માણસો તેમજ ઓછી આવક હિસાબે ખુબ દુઃખી છે.  અને રઘુવંશી સિવાયના સમાજ દ્વારા સહાય મેળવે છે. જે  આપણા રઘુવંશી માટે ખુબ જ શરમજનક ગણાય. આપણને કુદરતે આપ્યું હોય તેમાંથી ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપે અખિલ ગુજરાત લોહાણા સમાજ ને ભંડોળ આપી, આપણા જ પરિવારના ભાઈ-બહેનોને મદદ રૂપ થવુ જોઈએ જેવી રીતે કબીર સાહેબે કહ્યું છે ને કે...

"દો બુંદ પાની પિયે, ઘટે ના સરીતા નીર,
દાન દિયે ધન નવ ઘટે, કહે સંત કબીર"

આપણા જરૂરિયાત મંદ દરેક પરિવારોને દરેક જરૂરિયાત મુજબ ની સહાય મળી રહે તેનો એક ખુબજ સરળ અને આજીવન સહાય મળી રહે તેવું આયોજન કરેલ આપના સહુના પર વિશ્વાસ રાખી કરેલ છે. પુ. શ્રી જલારામ બાપા ઉપર ભરોસો રાખી આ આયોજન કરેલ છે. પુ. બાપા જરૂર પૂરી કરશેજ.

સમાજના અગ્રણી દાતાશ્રીઓ, સમાજના હિતેચ્છુઓનો ટ્રસ્ટી બનવા ખાસ વિનંતી. ટ્રસ્ટી બનવા માટે રૂ. ૨,૫૨,૦૦૦ બે લાખ બાવન હજાર નક્કી કરેલ છે. અને લીમીટેડ ટ્રસ્ટી અત્યારે લેવાના છે. આ રકમ ચેકથી જ આપવાની છે અને આ બધી રકમ ફિક્સમાં મૂકી, કાયમી માટે તેમાંથી સહાય તેના વ્યાજમાંથી આપવામાં આવશે. ટ્રસ્ટી બનનાર ટ્રસ્ટીને આજીવન ગણાશે. બીજી સ્કીમ જે દાતા રૂ. ૬૩૦૦૦ નો ચેક દાન રૂપી આપે. તેની સહી તથા ટ્રસ્ટના હોદ્દેદારોની સહીથી બેંકમાં ફિક્સ મૂકી એક પરિવારને દર મહિનામાં તેનો ચેક મોકલી આપવામાં આવશે. અને તેને દતક તરીકે ગણાશે.

અખિલ ગુજરાત લોહાણા સમાજ આજીવન સભ્ય ફી રૂ. ૫૧૧૨ પાંચ હજાર એકસો બાર સામાન્ય રાખેલ છે. એક જ વખત સભ્ય ફી ભરી આજીવન સભ્ય બનો. અને સમાજમાંથી સભ્ય બનાવી સમાજને મજબુત અને સંગઠીત બનાવીએ. આ બધી સભ્ય ફી આવક થાય તે બેંકમાં ફિક્સ મૂકી (આજીવન) જરૂરિયાત મંદ પરિવારોને તેના વ્યાજ માંથી સહાય અપાશે. હવે પછીના કોઇપણ ખૂણે રહેતા હોય તે ટ્રસ્ટી તેમજ સભ્ય બની શકશે.

આપણા રઘુવંશી સમાજની વસ્તી અત્યારે અંદાજે ૩૦ લાખ જેટલી વસ્તી છે. આમા જેમ બને તેમ વધારે સભ્ય બનાવામાં આવશે જેથી આપણા સમાજને કેન્દ્રમાં અને રાજ્યમાં પણ આપણી એકતા અને સંગઠન મજબુત હશે. તો જ્ઞાતિના હિતના કાર્યો કરાવી શકાશે. અને તેમાં સ્થાન પણ પ્રાપ્ત કરી શકીશું.

આપણો રઘુવંશી સમાજ સોર્ય-શક્તિશાળી-બુદ્ધિશાળી છે. જરૂર છે એકતા અને સંગઠનની.

સહુનો સાથ સહુનો વિકાસ

રઘુકુળ ભુષણ રામના વંશજ લોહાનાઓ અમે,
રવીકુળ તણા ગૌરવ સહિત જીવન અમારૂ જીવીએ.