સમાચાર

સમાચાર

અખિલ ગુજરાત લોહાણા સમાજ ની મધ્યસ્થ મહાસમિતિ ની બેઠક તા.૩૦ ઓગસ્ટે સુરત મુકામે સંપન્ન

21/10/2016

આગામી છ વર્ષના સત્ર માટે સુરતના શ્રી ધનવાનભાઈ કોટકની પ્રમુખ પદે થયેલ વરણી
લોહાણા જ્ઞાતિની વિધવા અને નિરાધાર બહેનોને માસિક રૂ|. ૫૦૦/- રાશન-સહાય આપવાનો કરેલ નિર્ધાર:
એકજ વખત રૂ|. ૬૩,૦૦૦/- આપનાર દાતાશ્રીની રકમ બેંકમાં ફિક્સ ડિપોઝીટ મૂકી માત્ર તેના વ્યાજમાંથી એક પરિવારને દત્તક લેવા બહાર પાડેલ અપીલ : સંસ્થાના આજીવન સભ્ય બનવા માટે રૂ|. ૫,૧૧૨/- અને ટ્રસ્ટી બનવા માટે રૂ|.૨,૫૨,૦૦૦/- ની રકમ નક્કી કરવામાં આવી : બધો જ વ્યવહાર માત્ર ચેકથી જ કરવામાં આવશે : કેટલાક અગત્યના હોદ્દાઓની થયેલ જાહેરાત : વિસ્તૃત નામાવટી કદાચ આવતા મહીને પૂર્ણ થઇ જશે ?
ગુજરાતભરમાં કાર્યરત લોહાણા જ્ઞાતિની આશરે ૪૫૦ જેટલી સંસ્થાઓનું નેતૃત્વ કરતી સંસ્થા અખીલ ગુજરાત લોહાણા સમાજની મધ્યસ્થ મહિલાસમિતિની બેઠક શ્રીમતિ શાંતાબેન દયાળજીભાઈ કોટક ચેરિટેબલ ટ્રસ્ટ, લસકાણા-સુરત તથા ચિ. હિરેન ધનવાનભાઈ કોટકનાં સંપુર્ણ આર્થિક સહયોગથી તા. ૩૦-૦૮-૨૦૧૬નાં રોજ સવારે ૧૦:૩૦ કલાકે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી, મીનીબજાર, વરાછારોડ, સુરત ખાતે સંસ્થાના પ્રમુખ શ્રી ઉમંગભાઈ ઠક્કરના અધ્યક્ષપદે યોજાયેલ.
એજન્ડા મુજબની આ બેઠકનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય, ધ્વજવંદન તથા શૌર્યગીતની સી.ડી વગાડીને કરવામાં આવ્યો.  ત્યારબાદ મુખ્ય યજમાન શ્રી હિરેન કોટકે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યાં.
  એજન્ડા નં.૪ અને ૬ સાથે રાખીને ગત મિટીંગની મિનીટ્સ આ વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૬ સુધીના આવક-જાવકના હિસાબોની રજૂઆત કાર્યાલય મંત્રીશ્રી હર્ષદભાઈ કારિયાએ રજુ કરેલ જેને સર્વાનુમતે બહાલ રાખવામાં આવેલ.  જયારે એજન્ડા નં ૫ બાબત મહામંત્રીશ્રી ભગવાનભાઈ ઠક્કર બંધુ એ સંસ્થાએ કરેલ કામગીરીનો વિસ્તૃત હેવાલ આપેલ.
અધ્યક્ષ સ્થાનેથી બોલતા પ્રમુખશ્રી ઉમંગભાઈ ઠક્કરે પોતાનામાં વિશ્વાસ મુકી પ્રમુખ બનાવવા બદલ સમાજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી અને તેમણે બનાવેલ યુવા મંડળ, મહિલા મંડળ તથા વિવિધ સમિતિઓની રચના કરેલ અને તેઓની કામગીરીથી સંતોષની લાગણી અનુભવી અને મહાપરીષદની વધુ નજીક જવાના પ્રયત્નો સફળ થયા છે તેમ જણાવેલ.
આગાઉ તા. ૧૯-૬-૧૬ના રોજ આણંદ ખાતે યોજાયેલ વર્તમાન સત્ર ની છેલ્લી કારોબારી સભામાં પ્રમુખશ્રી ઉમંગભાઈ ઠક્કરે આગામી પ્રમુખ તરીકે યોગ્ય વ્યક્તિ ની શોધખોળ માટે એક વરણી સમિતિની રચના કરવામાં આવેલ જેમાં પ્રમુખશ્રી ઉમંગભાઈ ઠક્કર, મહાપરીષદ ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ કોટક, મહાપરીષદ ના ગવર્નર શ્રી યોગેશભાઈ લાખાણી, વાઈસ ગવર્નર શ્રી પરેશભાઈ ભુપાતાણી તથા મંત્રીશ્રી હિમાંશુભાઈ ઠક્કરની નિયુક્તિ કરવામાં આવેલ.
ઉપરોક્ત પાંચેય કમિટી સભ્યોએ સર્વાનુમતે સુરતના શ્રી ધનવાનભાઈ કોટકના નામને મહોર મારી હતી. જે મુજબ આજની આ સભામાં વિધિવત રીતે પ્રમુખશ્રી ઉમંગભાઈ ઠક્કરે શ્રી ધનવાનભાઈ કોટકના નામની જાહેરાત કરતા બેઠકમાં ઉપસ્થિત સભાજનોએ તાળીઓ ના ગણગણાટ થી વધાવી લીધી હતી.
આ પ્રસંગે આખીલ ગુજરાત લોહાણા સમાજના પૂર્વ પ્રમુખ શ્રી ઠાકોરભાઈ વી. ઠક્કરે શ્રી ધનવાનભાઈને શુભેચ્છા આપતા જણાવ્યું કે હું છેલ્લા ૨૦ વર્ષથી બધા જ પ્રમુખની સાથે રહ્યો છું અને તેવી જ રીતે શ્રી ધનવાનભાઈની સાથે રહીને તન-ધન-મનથી શક્ય એટલો સહકાર આપતો રહીશ તેમણે ટકોર કરતા જણાવ્યું કે જે સંસ્થામાં વિરોધપક્ષ સબળ હોય તો જ સમાજ જાગતો રહે છે. તેમણે શ્રી ધનવાનભાઈને ઉમંગભાઈ કરતા સવાયું કામ કરે એવી શુભેછા પાઠવી હતી. તેમણે બંધારણ બાબતની જોગવાઈ મુજબ પ્રમુખશ્રીના કાર્યકર્તાની મુદ્દત ચાર વર્ષના બદલે છ વર્ષની કરવા રજૂઆત કરી હતી તેમજ વડોદરા ખાતે નોંધાયેલ આપણા ટ્રસ્ટમાં ટ્રસ્ટીશીપ મેળવવા રૂ|. ૨,૫૨,૦૦૦/- ની મર્યાદા જણાવેલ જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ આ ઉપરાંત રૂ|. ૫,૧૧૨/- ના અનુદાનથી આજીવન સભ્યપદ મેળવવા માટેની પણ જાહેરાત કરવામાં આવી હતી જેને ખુબ જ સુંદર પ્રતિસાદ મળ્યો હતો.
શ્રી લોહાણા મહાપરીષદનાં મંત્રીશ્રી હિમાંશુભાઈ ઠક્કરએ શ્રી ધનવાનભાઈને શુભેચ્છા પાઠવતા જણાવેલ ક આપણી સામે વિદ્યા સહાય મુદ્ધો છે તેને વધુમાં વધુ સારી રીતે હાલ કરવો પડશે તેમજ આપની વિધવા સહાય યોજના સાકાર થાય તે માટે પણ શુભેચ્છા પાઠવી હતી. તેમને વધુમાં જણાવ્યું કે વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આપણા બે સિનિયર ધારાસભ્યોણે મંત્રી મંડળમાં કોઈ સ્થાન આપ્યું નથી તે બદલ સખત નારાજગી વ્યક્ત કરી તમામ જ્ઞાતિ સંસ્થાઓને આ બાબત મુખ્યમંત્રી ને જાણ કરી તેની નકલ મહાપરીષદ કાર્યાલયને મોકલી આપવા જણાવેલ કે ગુજરાતની ૪૫ સીટ એવી છે કે તે ધારે તો આખી વિધાનસભાના પરિણામ ફેરવી શકે તેમ છે. માટે હવે રાજકીય ક્ષેત્રે પ્રવેશવા માટે આળસ પરવડે તેમ નથી. આ વાત દિલ્હી શુધી પહોંચવા બધાએ જાગૃત થવાની જરૂર છે.